Preparing Before Conception

Chapter 5 · Preparing Before Conception

Create your Majestic Baby Blueprint — the lifestyle checklist for the months before you try to conceive.

મેજેસ્ટિક બેબી બ્લુપ્રિન્ટ બનાવો

મેજેસ્ટિક બેબી બ્લુપ્રિન્ટ બનાવો

ખેડૂત પાક લેતાં પહેલાં જમીન તૈયાર કરે છે. ઘર બનાવતાં પહેલાં નકશો તૈયાર થાય છે. તેવી જ રીતે સંતાનપ્રાપ્તિ પહેલાં માતા-પિતાએ પણ પોતાની તૈયારી શરૂ કરવી જોઈએ.

શક્ય હોય તો ગર્ભધારણના ત્રણથી છ મહિના પહેલાંથી પોતાના આહાર, દિનચર્યા, સ્વાસ્થ્ય, વિચારો અને ટેવો પર ધ્યાન આપવાનું શરૂ કરો.

સૌપ્રથમ પતિ-પત્ની બંને સાથે બેસીને આત્મનિરીક્ષણ કરે: આપણા સારા ગુણો કયા છે? કઈ ટેવોમાં સુધારો કરવાની જરૂર છે? આપણા સંબંધને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય? આવનાર બાળકને આપણે કયા સંસ્કારો આપવા માંગીએ છીએ?

આવનાર બાળકમાં તમે જે ગુણો જોવા માંગો છો તેની મેજેસ્ટિક બેબી બ્લુપ્રિન્ટ બનાવી શકાય. તેમાં માતા-પિતાના ફોટા, પ્રેરણાદાયક વિચારો અને એવા મહાન વ્યક્તિઓના ફોટા રાખી શકાય, જેમના ગુણો તમને પ્રેરણા આપે છે.

આ સમયગાળા દરમિયાન

આ સમયગાળા દરમિયાન

ધ્યાન, પ્રાર્થના અને સદ્વિચારોનો નિયમ બનાવો. સારાં પુસ્તકોનું વાચન કરો. Social media અને screen timeનો વધુ પડતો ઉપયોગ ઘટાડો. પૂરતી ઊંઘ અને નિયમિત physical activity રાખો. તમાકુ, દારૂ અને અન્ય વ્યસન છોડો. તાજો, સંતુલિત અને પૌષ્ટિક આહાર લો. Doctorની સલાહ મુજબ જરૂરી health check-up કરાવો.

ચાલુ દવાઓ, vaccination, thyroid, diabetes, BP, PCOS અથવા અન્ય health conditions અંગે doctor સાથે ચર્ચા કરો. Family history મુજબ thalassemia અથવા genetic carrier screeningની જરૂર છે કે નહીં તે પૂછો. Doctorની સલાહ મુજબ folic acid અથવા જરૂરી supplements શરૂ કરો. કોઈ supplement, આયુર્વેદિક ઔષધિ અથવા treatment પોતાની રીતે શરૂ કે બંધ ન કરો.

Preparing Before Conception

પુરુષ partnerએ પણ પોતાની overall health, વ્યસન, ઊંઘ, વજન, લાંબા સમયથી ચાલતી medicines અને reproductive health અંગે ધ્યાન આપવું જોઈએ. જરૂર પડે ત્યારે semen analysis સહિતની તપાસ doctor સૂચવી શકે છે.

આ તમામ tests દરેક couple માટે જરૂરી હોય એવું નથી. Coupleની age, medical history, અગાઉની pregnancy અને existing reports પ્રમાણે કઈ તપાસ જરૂરી છે તે doctor નક્કી કરશે.

Key takeaway: Blueprintનો સાચો અર્થ બાળકને design કરવો નહીં—પોતાને વધુ સારા માતા-પિતા તરીકે તૈયાર કરવો છે.

You'll Come Away Knowing

ગર્ભાધાન પહેલાંના 3-6 મહિના શા માટે મૂલ્યવાન તૈયારીનો સમયગાળો છે
સંપૂર્ણ પ્રી-કન્સેપ્શન લાઇફસ્ટાઇલ ચેકલિસ્ટ
પુરુષ partnerનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું કેમ છે
Up next Chapter 6 · The Right Time and State of Mind for Conception Finished all chapters? Quick Revision 20 swipeable cards