The Right Time and State of Mind for Conception

Chapter 6 · The Right Time and State of Mind for Conception

What the scriptures say about timing, plus the biological fertile window.

એક નવા જીવનનું દિવ્ય આહ્વાન

એક નવા જીવનનું દિવ્ય આહ્વાન

શરીર અને જીવનશૈલીની તૈયારી પછી ગર્ભાધાનના સમય, મનોવસ્થા અને વાતાવરણને પણ આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

ગર્ભાધાન માત્ર શારીરિક પ્રક્રિયા ન રહે, પરંતુ પ્રેમ, પ્રાર્થના અને જાગૃતિથી લેવાયેલો સંકલ્પ બને—આ ગર્ભાધાન સંસ્કારનો મૂળ ભાવ છે.

શાસ્ત્રીય માર્ગદર્શન મુજબ ઉચિત સમય

શાસ્ત્રીય માર્ગદર્શન મુજબ ઉચિત સમય

આચાર્ય ચરક અને શાસ્ત્રીય માર્ગદર્શન મુજબ, ગર્ભાધાન સમયે પતિ-પત્નીની મનોવસ્થા પ્રસન્ન, શાંત અને પ્રેમપૂર્ણ હોવી જોઈએ. સંધ્યાકાળ, મધ્યરાત્રિ અને મધ્યાહનનો સમય ગર્ભાધાન માટે યોગ્ય માનવામાં આવ્યો નથી. રાત્રે 9થી 11 અને સવારે 4થી 6નો સમય ઉત્તમ માનવામાં આવ્યો છે. વસંતઋતુ અને વર્ષાઋતુને ગર્ભાધાન માટે અનુકૂળ માનવામાં આવી છે. અમાસ, પૂનમ, આઠમ, ચૌદસ અને ગ્રહણના દિવસો ટાળવાનું જણાવવામાં આવ્યું છે. રજોદર્શન એટલે કે માસિક આવ્યા પછીના 10મા દિવસથી 20મા દિવસ સુધીનો સમય ગર્ભાધાન માટે યોગ્ય માનવામાં આવ્યો છે. ગર્ભાધાન પહેલાં ઇષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ.

Menstrual cycle અને biological fertile window

Menstrual cycle અને biological fertile window

આ શાસ્ત્રીય માર્ગદર્શનની સાથે મહિલાનું menstrual cycle અને fertile window સમજવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે ગર્ભાધાન એ પરંપરા, પ્રકૃતિ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય છે.

દરેક મહિલાનું menstrual cycle અને ovulation timing અલગ હોઈ શકે છે. એટલે દરેક couple માટે calendarના એકસરખા fixed days biological fertile window હોય એવું જરૂરી નથી.

Cycle tracking, ovulationના signs અથવા doctorની સલાહથી fertile window સમજવામાં મદદ મળી શકે છે. Periods અનિયમિત હોય અથવા ovulation અંગે કોઈ concern હોય તો માત્ર calendarના fixed days પર આધાર રાખવાને બદલે gynecologistનું માર્ગદર્શન લેવું જોઈએ.

You'll Come Away Knowing

આચાર્ય ચરક અને શાસ્ત્રીય માર્ગદર્શન સમય વિશે શું કહે છે
28 દિવસના ચક્રમાં તમારી fertile window કેવી રીતે સમજવી
વાતાવરણ અને મનોદશા સમય જેટલાં જ કેમ મહત્વનાં છે
Up next Chapter 7 · When Conception Takes Time Finished all chapters? Quick Revision 20 swipeable cards