Preparing Both Parents

Chapter 3 · Preparing Both Parents

Why health, habits and emotional readiness matter for both partners, not just the mother.

બીજ અને ભૂમિનો સમન્વય

બીજ અને ભૂમિનો સમન્વય

ગર્ભાધાનની તૈયારી માત્ર સ્ત્રીની જવાબદારી નથી. બાળકના સર્જનમાં માતાના અંડાણુ અને પિતાના શુક્રાણુ બંનેનું સમાન મહત્વ છે. એટલે સ્વાસ્થ્ય, આહાર, ટેવો અને માનસિક તૈયારીની જવાબદારી પણ બંનેની છે.

આપણી પરંપરામાં જીવનસાથીની પસંદગી વખતે માત્ર રૂપ, બુદ્ધિ કે સંપત્તિ નહીં, પરંતુ વ્યક્તિનો સ્વભાવ, સ્વાસ્થ્ય, સંસ્કાર, વ્યસન અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જોવાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.

આ વાત આજે પણ એટલી જ ઉપયોગી છે—ભલે જીવનસાથીની પસંદગી થઈ ગઈ હોય. હવે પતિ-પત્નીએ સાથે બેસીને વિચારવું જોઈએ: આપણામાં કયા સારા ગુણો છે? કઈ ટેવોમાં સુધારો જરૂરી છે? પરિવારની medical historyમાં શું ધ્યાન રાખવા જેવું છે? આપણા સંબંધને વધુ મજબૂત કેવી રીતે બનાવી શકાય? અને સૌથી અગત્યનું—બાળકને આપણે કેવું વાતાવરણ આપવા માંગીએ છીએ?

Preparing Both Parents

Family medical historyમાં કોઈ hereditary condition હોય તો તેને છુપાવવા કે તેના કારણે કોઈને દોષ આપવાને બદલે doctor અથવા genetic counsellorનું યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ.

ગર્ભધારણમાં વિલંબ માત્ર મહિલાનો પ્રશ્ન નથી. જરૂર પડે ત્યારે સ્ત્રી અને પુરુષ બંનેનું evaluation સાથે શરૂ થવું જોઈએ, જેથી જવાબદારી અથવા દોષ કોઈ એક partner પર ન આવે.

Preparing Both Parents

આવનાર બાળકમાં તમે જે ગુણો ઇચ્છો છો—પ્રેમ, હિંમત, શિસ્ત, સત્ય, કરુણા કે આધ્યાત્મિકતા—તે ગુણો પહેલાં પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો. કારણ કે બાળકને આપણી સલાહ કરતાં આપણું જીવન વધારે શીખવશે.

Key takeaway: Genes કુદરત નક્કી કરે છે; પરંતુ બાળક માટેનું સ્વસ્થ, પ્રેમાળ અને સંસ્કારમય વાતાવરણ માતા-પિતા તૈયાર કરે છે.

You'll Come Away Knowing

તૈયારી માત્ર સ્ત્રીની જવાબદારી કેમ નથી
સાથે મળીને વિચારવા માટેના પ્રશ્નો
ફર્ટિલિટી તપાસ ક્યારેય ફક્ત એક પાર્ટનર પર કેમ ન છોડવી જોઈએ
Up next Chapter 4 · Vivah Sanskar and Shared Responsibility Finished all chapters? Quick Revision 20 swipeable cards