Vivah Sanskar and Shared Responsibility

Chapter 4 · Vivah Sanskar and Shared Responsibility

Why the decision to have a child should come from open conversation and mutual consent.

બે જીવનથી એક સહિયારા સંકલ્પ તરફ

બે જીવનથી એક સહિયારા સંકલ્પ તરફ

હિન્દુ સંસ્કૃતિના 16 સંસ્કારોમાં વિવાહસંસ્કારને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. વિવાહ માત્ર બે શરીરનું મિલન નહીં, પરંતુ બે મન, બે પરિવારો અને બે જીવનના સહિયારા સંકલ્પની શરૂઆત છે.

દામ્પત્ય જીવન પ્રેમ, કર્તવ્ય, વિશ્વાસ અને જવાબદારીથી ભરેલું હોવું જોઈએ. પતિ-પત્નીના હૃદયમાં એકબીજા માટે શુદ્ધ પ્રેમ, સન્માન અને સમજણ હોય—તે ગર્ભાધાન સંસ્કારનો મહત્વપૂર્ણ પાયો છે.

આપણી પરંપરામાં વિવાહવિધિ દરમિયાન વર-કન્યાને અરુંધતી તારાનું દર્શન કરાવવામાં આવે છે. તેનો ભાવ એ છે કે દંપતી પરસ્પર નિષ્ઠા, સંયમ અને જવાબદારી સાથે દામ્પત્ય જીવન જીવે.

નિર્ણય લેતાં પહેલાં શું ચર્ચા કરવી

નિર્ણય લેતાં પહેલાં શું ચર્ચા કરવી

સંતાનપ્રાપ્તિનો નિર્ણય બંનેની સ્પષ્ટ ઇચ્છા અને સહમતીથી લેવાવો જોઈએ. પતિ-પત્નીએ મુક્તમને ચર્ચા કરવી જોઈએ: શું આપણે બંને બાળક માટે તૈયાર છીએ, આપણા મનમાં કોઈ ભય અથવા મૂંઝવણ છે, Pregnancy દરમિયાન responsibilities કેવી રીતે વહેંચીશું, પરિવાર, કામ અને આર્થિક જવાબદારીઓ કેવી રીતે સંભાળીશું, અને મુશ્કેલી આવે ત્યારે એકબીજાને કેવી રીતે support કરીશું.

Vivah Sanskar and Shared Responsibility

Pregnancy planningને માત્ર target કે performance બનાવી દેવાથી સંબંધ પર દબાણ વધી શકે છે. ખાસ કરીને ઘણા સમયથી પ્રયત્ન કરતા couples માટે intimacy પ્રેમની અભિવ્યક્તિ રહેવાને બદલે calendarની ફરજ બની શકે છે.

આથી ગર્ભાધાનની પ્રક્રિયામાં પ્રેમ, સન્માન, ધીરજ, સંવાદ અને બંનેની સહમતી સૌથી મહત્વપૂર્ણ છે.

Key takeaway: એક સ્વસ્થ સંબંધ જ નવા જીવન માટે પ્રેમપૂર્ણ વાતાવરણ તૈયાર કરે છે.

You'll Come Away Knowing

એક સ્વસ્થ લગ્નજીવન ગર્ભાધાન સંસ્કારમાં શું યોગદાન આપે છે
બાળક વિશે નિર્ણય લેતાં પહેલાં યુગલે શેના વિશે ખુલ્લા મને વાત કરવી જોઈએ
Pregnancy planningને "target" બનાવવાથી સંબંધ પર દબાણ કેમ આવી શકે છે
Up next Chapter 5 · Preparing Before Conception Finished all chapters? Quick Revision 20 swipeable cards